Youth Reaction News

Youth Reaction News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Youth Reaction News, vadodara, Vadodara.

15/08/2026

ટોકટાઈમ મોબાઈલની ‘આઝાદી સેલ’ : મોબાઈલ ખરીદો અને મેળવો ₹5,000ની સાયકલ સહિત 51 આકર્ષક ગિફ્ટ!
14થી 16 ઓગસ્ટ સુધી ટોકટાઈમ મોબાઈલના દરેક સ્ટોર પર ખાસ ઓફર...
જૂનો કે તૂટેલો મોબાઈલ એક્સચેન્જ કરો અને મેળવો ₹5,000ની સાયકલ ફ્રી...

14/08/2026

આ છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્યો...
આ હોસ્પિટલમાં ગરીબ અને લાચાર દર્દીઓ અને તેમના સ્વજનોના કેવા હાલ હાલ થાય છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે...

13/08/2026

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 16ની નવી કચેરીને લઈને હાઈકોર્ટમાં પાલિકાને જ માફી માંગવાનો વારો આવ્યો છે. કોર્ટની મૌખિક બાંહેધરી વચ્ચે કરાયેલા ઠરાવને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

13/08/2026

વડોદરા શહેરમાં રખડતા ઢોરો ની સમસ્યા વિકટ બની છે ત્યારે ખોડીયાર નગર પાસે ઢોરોને તબેલામાં રાખવા અંગે સૂચના આપવા ગયેલા પાલિકાના અધિકારી ડો. વિજય પંચાલ ને થયો કડવો અનુભવ... માલધારી અને પાલિકાના અધિકારી વચ્ચે ઉગ્ર શાબ્દિક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા

07/08/2026

વડોદરા શહેરને નશામુક્ત બનાવવા પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. ફતેગંજ પોલીસના NDPS કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલા ગાંજાના સપ્લાયરને SOGએ ઝડપી પાડી વધુ તપાસ માટે ફતેગંજ પોલીસને સોંપ્યો છે...

06/08/2026

વિશ્વના સૌથી મોટા NSF સોલર ટેલિસ્કોપ દ્વારા સૂર્યની અત્યાર સુધીની સૌથી શાર્પ અને ઐતિહાસિક તસવીર કેદ કરવામાં આવી છે. આ તસવીરમાં પ્રથમવાર સૂર્યની સપાટી પર સ્પષ્ટ ભંવર જોવા મળ્યા છે, જે સૂર્યની આંતરિક ગતિશીલતા અને તેની વિસ્ફોટક ક્ષમતા અંગે નવા સંકેતો આપે છે. વેદોમાં વર્ણવાયેલા 'ચંચળ સૂર્ય'ના ઉલ્લેખ સાથે પણ આ શોધને જોડીને જોવામાં આવી રહી છે. આ માહિતી ગુરુદેવ ઓબ્ઝર્વેટરીથી જાણીતા ખગોળવિદ દિવ્ય દર્શન પુરોહિત દ્વારા આપવામાં આવી છે.

06/08/2026

વડોદરાના ગોત્રી સ્મશાન ગૃહ બહારથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્મશાન ગૃહની બહાર આવેલી કચરાપેટીમાં અડધો સળગેલો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે યુથ કોંગ્રેસના સ્વેજલ વ્યાસે પોલીસને જાણ કરતાં ગોત્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી રાજ્યમાં એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરના ઉત્પાદન તેમજ ઉપય...
05/08/2026

ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી રાજ્યમાં એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરના ઉત્પાદન તેમજ ઉપયોગ પર પ્રતિબંધ અમલમાં આવશે. આરોગ્ય પ્રધાન દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર બાદ આ પ્રકારનો નિર્ણય લેનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે.

05/08/2026

વડોદરા મહાનગરપાલિકાએ કરદાતાઓને વધુ એક તક આપી છે. વર્ષ 2026-27ના મિલકત વેરા પર મળતી એડવાન્સ રિબેટ યોજનાની મુદત હવે 10 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી છે. રહેણાંક મિલકતો માટે 10 ટકા, બિન-રહેણાંક મિલકતો માટે 5 ટકા તથા બંને કિસ્સામાં ઓનલાઈન પેમેન્ટ કરનારને વધારાનો 1 ટકા રિબેટ આપવામાં આવશે. VMCએ તમામ કરદાતાઓને સમયસર વેરો ભરી આ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.

05/08/2026

વડોદરાના નવલખી મેદાનમાં આજે 800થી 1000 જેટલી રિક્ષાઓ સાથે મોટી સંખ્યામાં રિક્ષાચાલકો એકત્રિત થઈ રિક્ષા ભાડામાં વધારો, એપ આધારિત કેબ સેવાઓ સામે નિયંત્રણ તેમજ ગેરકાયદેસર પેસેન્જર હેરફેર કરતા વ્હાઇટ પ્લેટ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આંદોલનમાં સામાજિક કાર્યકર્તા ભોલુ બાપુ, ધાર્મિક જોશી તથા વડોદરા રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ અનવર શેખ અને આગેવાન સદ્દામ શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Address

Vadodara
Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when Youth Reaction News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share