Kaushik Ghelani - Wildlife Photographer

Kaushik Ghelani  - Wildlife Photographer "Aaranyak" A Traveller.. Happy go lucky soul.. nature explorer.. Wildlife and Nature Photographer... Wildlife and Nature Photographer.. Columnist of Mumbai Samachar

આ સંસારમાં કઠોરમાં કઠોર હૃદયનાં જીવની આંખનાં ખૂણા ભીના કરવાની તાકાત માતૃત્વમાં છે. આપણને સહુને સહુથી વધુ કંઈક આકર્ષે તો ...
20/10/2024

આ સંસારમાં કઠોરમાં કઠોર હૃદયનાં જીવની આંખનાં ખૂણા ભીના કરવાની તાકાત માતૃત્વમાં છે. આપણને સહુને સહુથી વધુ કંઈક આકર્ષે તો એ છે મા અને બાળક વચ્ચેનો ભાષા વિનાનો સંવાદ. પ્રાણીઓ, પક્ષીઓ કે પછી માનવોમાં પણ માતૃત્વની કોઈ જ ભાષા હોતી નથી. આખાયે જંગલને ધ્રુજાવનારી આ માંસલ દેહ ધરાવતી સિંહણ માતૃત્વનાં અંદાજમાં જોવા મળે ત્યારે જાણે અલગ જાતની મૃદુતા જોવા મળે. મન જરા પણ માનવા તૈયાર ન થાય કે આ એ જ સિંહણ છે જેની તરાપથી એક જ ક્ષણમાં કોઈ પણ નો જીવ છૂટી જાય.

ગડકબારીની સિંહણ એના નાનકડાં સિંહબાળ સાથે વ્હાલપનો સંવાદ કરી રહી છે અને જંગલ પર આવનારા ભવિષ્યમાં રાજ કરનાર મૃગેન્દ્રનો ઉછેર થઇ રહ્યો છે. આ વિરલ ઘટનાનો સાક્ષી બનાવવા માટે કુદરતે જાણે મારા પર અપાર આશિષ વરસાવ્યો હોય એવું લાગે છે. એના બચ્ચાઓને વ્હાલ કરતી સિંહણને જોઈને મને તો એવું જ લાગે છે કે એ જંગલની સ્વામીની મને જ વ્હાલ કરી રહી છે!

આ સૃષ્ટિનું સર્જન પંચ તત્ત્વથી થયું છે.  જળ, જમીન, આકાશ, હવા અને અગ્નિ. આ પંચ તત્ત્વ માંથી જમીની તત્ત્વ ને સહજતાથી અને સ...
20/10/2024

આ સૃષ્ટિનું સર્જન પંચ તત્ત્વથી થયું છે. જળ, જમીન, આકાશ, હવા અને અગ્નિ. આ પંચ તત્ત્વ માંથી જમીની તત્ત્વ ને સહજતાથી અને સંપૂર્ણપણે અનુભવવા માટે ગુજરાતમાં ગીરથી વિશેષ કોઈ ધરા નથી એવું હું સ્પષ્ટપણે માનું છું.

તાજેતરમાં ગીરની મારી મુલાકાતે મને જમીની તત્ત્વ સાથે સાથે જળ તત્ત્વનો પરિચય કરાવ્યો. ગીરમાં પ્રવેશતા વેંત જ ગાજવીજ સાથે વરસાદ આખાયે ગીરની જીવ સૃષ્ટિ અને ધરાને ભીંજવવા મથતો હોય એમ વરસી પડ્યો. જિપ્સી ધીમી ગતિએ ચાલતી રહી, કપડાં અને છેક અંતરાત્મા સુધી હું ભીંજાતો રહ્યો. પિહુડાં એક સમૂહમાં બોરડીની ઝાડી તળે ઓથ લઈને ઉભા રહી ગયા.

માંડ અઢી મહિનાનાં બે જિજ્ઞાસુ સિંહબાળ ટીમરૂંની ઓથે બેસીને વરસાદનો આનંદ માણી રહ્યા હતા. ગાડી થંભી ગઈ અને હું એ સિંહબાળને કેટલીક ક્ષણો સુધી એમ જ તાકી રહ્યો. મા થી સહેજ દૂર બેઠેલા એ નાનકડાં સિંહબાળ જાણે આખાયે ગીર પર પોતાનો માલિકીભાવ જતાવી રહ્યા હતા.

સાગનાં વિશાળ પાંદડાઓ પણ ભીંજાઈને ચમકી રહ્યા હતા. વર્ષનો છેલ્લો વરસાદે ગીરને રીતસરનું બાનમાં લીધું હતું. ડુંગરાઓ પરથી એક વહેતી જળધારાઓ કાચા રસ્તા પર જગ્યા બનાવીને વહેવા લાગી હતી. રસ્તા પરથી વહેતી સરવાણી તરફ એ બંને સિંહ બાળ આગળ વધ્યા અને અમારી હાજરીની પરવા કર્યા વિના પાણી પીવા લાગ્યા.

પાણી તેઓ પી રહ્યા હતા અને તૃપ્તિનો અનુભવ હું કરી રહ્યો હતો. કુદરતને આધીન દરેક જીવોને કુદરત અલગ ઢબથી વિશેષ ધ્યાન રાખીને સાચવે છે.

મહિનાઓ પછી સોરઠની ધરાનાં અદભૂત જંગલ એવા ગીરનાં દરવાજાઓ ખુલ્યા. ગીર વિસ્તારમાં પ્રવેશતા જ આકાશ ગોરંભાયું, વીજળીનાં ચમકારે...
18/10/2024

મહિનાઓ પછી સોરઠની ધરાનાં અદભૂત જંગલ એવા ગીરનાં દરવાજાઓ ખુલ્યા. ગીર વિસ્તારમાં પ્રવેશતા જ આકાશ ગોરંભાયું, વીજળીનાં ચમકારે જાણે મારું ઉમળકાભેર સ્વાગત કર્યું. બસ આ જંગલને જોવું છે, માણવું છે, સ્પર્શવું છે, જીવવું છે અને શ્વાસનાં ઘૂંટડા માફક મારી અંદર ઉતારવું છે એવી ખેવના લઈને જંગલમાં પ્રવેશ્યો. જંગલમાં પ્રવેશતા જ મોસમનાં છેલ્લા વરસાદે જેમ ઢોલ પર આંગળીઓ થાપ આપે એમ લીલા છમ્મ સાગનાં પાંદડાઓ પર વરસીને આગવી ધૂન છેડી દીધી. પાણીની સરવાણીઓ રસ્તા પર નાનકડી શી નદીઓ બનીને હરખુડી કન્યાઓની જેમ દોડવા લાગી.

કુદરત ઈચ્છે તો તમને ભીંજવીને જ રહે. આખુંયે શરીર વરસાદની બૂંદોથી ભીંજાઈ ગયું પણ ભીતરથી પણ તરબતર થઇ જાવાયું. ગડકબરી પહોંચતા આખાયે જંગલની રાજ્ઞી એના નાનકડા એવા બચોળીયાને લઈને વરસતા વરસાદનો આનંદ માણી રહી હતી. આંખો એના પર સ્થિર થઇ, જાણે અવાચક થઇ જવાયું. જંગલ એવી ઘટનાઓનાં સાક્ષી બનાવે છે જે આપણી કલ્પના બહારનું હોય છે. અમારી હાજરીને સાવ નજર અંદાજ કરીને આશરે બે - અઢી મહિના નાના બચોળીયાઓ પોતાની મસ્તીમાં રત થઇ ગયા. થોડી ક્ષણો માટે માંસલ દેહ ધરાવતી આ સોહામણી સિંહણને મન ભરીને નિહાળી. વરસાદની પરવા કર્યા વિના આ વિરલ ઘટનાને કેમેરામાં કંડારવા તસવીરો લેવાની શરુ કરી.

આ જંગલ જોઈને થાય, આ એ જ ગીર છે જેમાં કંઈક એવું સત્વ છે જે મને હંમેશા યોગ્ય સમયે, યોગ્ય સ્થળે પહોંચાડે છે, રોકે છે, સાક્ષી બનાવે છે અને ફરી મારી સફર આગળ ધપાવે છે. આ અદભૂત જીવોને જીવાડતા અમે પોષતા ગીરને હું કે તમે શું બચાવીએ, એ જ માવતર બનીને આપણને સહુને જણી રહ્યું છે...

વિશ્વભરમાં સિંહની કલ્પના અને ચાહત એની ભરાવદાર કેશવાળીથી થાય છે. હું ગીરનાં જંગલથી લઈને સૌરાષ્ટ્રનાં કેટકેટ્લાયે વિસ્તારો...
29/08/2024

વિશ્વભરમાં સિંહની કલ્પના અને ચાહત એની ભરાવદાર કેશવાળીથી થાય છે. હું ગીરનાં જંગલથી લઈને સૌરાષ્ટ્રનાં કેટકેટ્લાયે વિસ્તારોમાં સિંહને અલગ અલગ અંદાજમાં જોતો આવ્યો છું પણ મને સિંહણનો રૂઆબ ખૂબ આકર્ષે છે. એની આંખોમાં આંખો નાખીને જુઓ તો અરણ્યની સામ્રાજ્ઞિ સામે વધારે વખત કદાચ ઉભા ન રહી શકાય. સ્વભાવે શાંત પણ ગજ્જબનું ઊંડાણ એની આંખોમાં અસ્તુ ન રહે. એટજે તો એ વર્ષો સુધી રાજ કરી શકે એવા મૃગેન્દ્રને જણતી હશે અને સામ્રાજ્યન વસ્તારતી હશે. એશિયાઈ સિંહોને ગીરનાં વિશિષ્ટ લૅન્ડસ્કેપ સાથે ખુલ્લા મેદાની પ્રદેશો અને નદીઓની કોતરોમાં જોવા એ એક અલગ જ અનુભવ છે. શાંત ચિત્તે આખાયે વસ્તાર પર નજર રાખીને બેઠેલી આ મનમોહિની સિંહણને જોઈને હું બેઘડી ભાન ભૂલ્યો.

એના નાનકડા બચ્ચાંઓને બિંદાસ્ત રીતે રમતા જોઈને હું એટલું તો કળી શક્યો કે આ સામ્રાજ્ઞીની તાકાત જ છે જે આ નાનકડાં બચ્ચાંઓમાં અત્યારથી જ રાજવી ઝલક ઝળકે છે.

Address

Gandhinagar

Telephone

9824948734

Website

Alerts

Be the first to know and let us send you an email when Kaushik Ghelani - Wildlife Photographer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kaushik Ghelani - Wildlife Photographer:

Share

Category